Welcome to SANSKARTIRTH GYANPEETH

શૈક્ષણિક ટ્રસ્ટનો સંદેશ
"STGP શૈક્ષણિક ટ્રસ્ટનો મુખ્ય હેતુ છે સમાજ ના વિકાસ માટે ગુણવત્તાયુક્ત અને સમાન શિક્ષણ સુલભ કરવું. અમે માનીએ છીએ કે દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણનો અધિકાર છે, જેથી તેઓ પોતાના જીવનમાં શ્રેષ્ઠતા હાંસલ કરી શકે. અમારા ટ્રસ્ટના પ્રયત્નો છે કે વિદ્યાર્થીઓને આધુનિક અને અનુકૂલનક્ષમ અભ્યાસક્રમ અને નિત નવી શિક્ષણ પદ્ધતિઓ દ્વારા શીખવાની ઉત્કૃષ્ટતા સુધી પહોંચાડવું. અમે આ કાર્યને પૂર્ણ કરવા માટે ઉચ્ચ શૈક્ષણિક ધોરણોથી સુસજજીત પાયાં અને નવીન ટેકનોલોજીયુક્ત શિક્ષણ પદ્ધતિઓનો ઉપયોગ કરી રહ્યા છીએ. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ શિક્ષકો અને સશક્ત શિક્ષણ મંડળની નિમણૂક કરવામાં આવે છે. શૈક્ષણિક વૃદ્ધિ સાથેસાથે, અમે નૈતિક મૂલ્યો, સમાજસેવા અને નેતૃત્વના ગુણો વિકસાવવા માટે પણ સમર્પિત છીએ. શૈક્ષણિક પ્રવૃત્તિઓ સિવાય, અમે રમતગમત, કલાત્મક પ્રવૃત્તિઓ અને સામાજિક સેવા જેવી પરિપૂર્ણ પ્રવૃત્તિઓમાં પણ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, જેથી વિદ્યાર્થીઓ સમગ્રપણે વિકસિત થઈ શકે. ટ્રસ્ટના ભાગીદાર તરીકે, અમે માતા-પિતા, શિક્ષકો અને સમુદાયના સભ્યો સાથે મળીને કામ કરીએ છીએ, જેથી બાળકોને શ્રેષ્ઠ શૈક્ષણિક અનુભવ આપી શકાય. અમે માનીએ છીએ કે શિક્ષણ એ એક સામુહિક જવાબદારી છે, અને આ ટ્રસ્ટ તેના શિક્ષણ કાર્યમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે."School Management Team

Mr. Dipak Bhadiyadara (CEO)
Sanskartirth Gyanpeeth શાળાના CEO તરીકે, હું ખૂબ ગર્વ અનુભવું છું કે આપણી શાળા શિક્ષણ ક્ષેત્રે અગ્રણી બની, જીવનના દરેક ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને આગળ વધવા માટે પ્રેરણા આપે છે. અમે માનીએ છીએ કે શિક્ષણ એ માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે માનવીય મૂલ્યો, નૈતિકતા અને જીવનની પ્રત્યેક સમસ્યાનો સમાધાન કરવાની ક્ષમતા વિકસાવે છે. આ જ કારણ છે કે અમે માત્ર વિદ્યાર્થીઓને પુસ્તકો અને કક્ષાના શિક્ષણ સુધી મર્યાદિત નથી રાખતા, પરંતુ તેમને જીવનની દરેક પરિસ્થિતિમાં મજબૂત બનવા માટે પ્રેરિત કરીએ છીએ. અમે શૈક્ષણિક શ્રેષ્ઠતાની સાથે સાથે, રમતગમત, કળા, સાહિત્ય અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીએ છીએ. અમારા શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓનો સહયોગ જ આપણા આ પ્રયાસોને સફળ બનાવે છે. અમારી શાળા માત્ર એક શૈક્ષણિક સ્થાન નથી, પણ એક મોટું પરિવાર છે જ્યાં દરેક સભ્યના વિકાસ માટે તક છે. દરેકના સહયોગથી, અમે આગળ વધતા રહીશું અને અમારા દરેક વિદ્યાર્થીઓને તેજસ્વી ભવિષ્ય તરફ લઈ જશું. ભવિષ્યમાં અમે નવીન અભ્યાસક્રમો, આધુનિક શિક્ષણ પદ્ધતિઓ અને વિવિધ પ્રવૃત્તિઓના મારફતે બાળકોને વિશાળ તક આપવા માટે સજ્જ છીએ. આ પ્રગતિશીલ દિશામાં આપણે આગળ વધીને અમારા વિદ્યાર્થીઓને માનવતાના અને દુનિયાના સત્યમાં સફળતા મેળવવા માટે તૈયાર કરીશું.

Mr. Dipak Bhadiyadara
CEO
Sanskartirth Gyapeeth

આચાર્ય - માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ
પ્રિય વિદ્યાર્થીઓ, માનનીય શિક્ષકગણ અને પ્રતિષ્ઠિત માતાપિતાશ્રી,
સંસ્કારતીર્થ જ્ઞાનપીઠમાં આપનું હાર્દિક સ્વાગત છે. મારા માટે હર્ષની અને ગૌરવની વાત છે કે, સંસ્કારતીર્થ જ્ઞાનપીઠ શિક્ષણ અને કેળવણીની સાથે સાથે સંસ્કાર, શિષ્ટાચાર અને મૌલિકતાનો સુમેળ સાધતી અનોખી સંસ્થા છે. અહીં, અમારું ધ્યેય માત્ર શિક્ષણ આપવાનું જ નથી, પરંતુ દરેક વિદ્યાર્થીના મન-મંદિરમાં નૈતિક મૂલ્યો, આત્મસન્માન અને કુશળતાનું વટવૃક્ષ રોપવાનું પણ છે, જે જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ માટે તેમને પ્રેરણા આપશે.
અમારી શાળામાં શૈક્ષણિક ખ્યાતિ સાથે આદર્શ શિક્ષણ પદ્ધતિનો સંગમ છે, જ્યાં દરેક વિદ્યાર્થીઓને તેમની કસોટી પર ખરા ઉતરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. અધ્યાપકોની નિષ્ઠા, માતાપિતાનો સહકાર અને વિદ્યાર્થીઓની મહેનતના અભૂતપૂર્વ સંગમથી જ અમારો આકાંક્ષિત ઉદ્દેશ પરિપૂર્ણ થાય છે.
આજના વૈજ્ઞાનિક યુગમાં શિક્ષણમાં ટેકનોલોજીની મહત્વપૂર્ણ ભૂમિકા છે, આ બાબતને ધ્યાનમાં રાખતી અમારી શાળાના દરેક વર્ગખંડો પેનલ બોર્ડ, એ.સી. તેમજ વિદ્યાર્થીઓની સ્વતંત્ર બેઠક વ્યવસ્થાથી સજ્જ છે. તો બીજી તરફ માનવતાના પાયા પર નિર્માણ થયેલું શિક્ષણ જ સાચું જ્ઞાન છે. વિવિધ ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય ઉત્સવોની ઉજવણી અને તેમાં વિદ્યાર્થીઓ તેમજ વાલીશ્રીઓની સહભાગિતા દ્વારા જ્ઞાનની આ પરંપરા આપણી શાળામાં સતત વહેતી રહે છે, જ્યાં અખંડ જ્ઞાનપ્રકાશનો ઉજાસ આપણી દરેક પ્રવૃત્તિમાં ઝળકાય છે.
સંસ્કારતીર્થ જ્ઞાનપીઠમાં અમારો પ્રયાસ એ છે કે દરેક વિદ્યાર્થીના જીવનમાં પ્રગતિ અને સફળતા એના પરિશ્રમ અને ધ્યેયની દ્રઢતાના પરિણામ રૂપે પ્રાપ્ત થાય. આપણે સૌ સાથે મળી આપણી શાળામાં એક એવું શિક્ષણમય વાતાવરણ નિર્માણ કરીએ, જ્યાં દરેક વિદ્યાર્થી પોતાનો સર્વાંગી વિકાસ મેળવી શકે.
વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે શ્રેષ્ઠકામનાઓ સાથે, સ્નેહ અને શુભેચ્છા.
ગીરીશ પરશોત્તમભાઈ ખોયાણી
આચાર્ય - સંસ્કારતીર્થ જ્ઞાનપીઠ
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ
આચાર્ય - બાલભવન વિભાગ
આદરણીય વાલીશ્રી અને વ્હાલા બાળમિત્રો...
કેળવણીના ઉપવનમાં માનવીય મહેંક પ્રસરાવતી એવી અમારી સંસ્થા "સંસ્કારતીર્થ જ્ઞાનપીઠ" સતત શિક્ષણ ક્ષેત્રે પ્રગતિના શિખરો સર કરતી રહે છે તેનો મને ગર્વ છે. વિદ્યાર્થીઓનું બાળપણ એટલે વહાલ અને વિસ્મયનું જગત.આ વહાલ અને વિસ્મયના જગતમાં ડોકિયું કરી અમારી શાળાના દરેક બાળકોમાં રહેલી અનોખી ક્ષમતાઓને ઓળખીને તેમને પ્રગતિની દિશા તરફ દોરી જવાનું અમારું મુખ્ય ધ્યેય રહ્યું છે.અમારી શાળામાં ઉજવાતા પરંપરાગત ઉત્સવો, વિવિધ સ્પર્ધાઓ ,અન્ય શૈક્ષણિક કાર્યક્રમો, અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ બાળકોને સર્વાંગી વિકાસ માટે પ્રેરણા આપે છે.બાળકોમાં રહેલી આંતરિક શક્તિને ખીલવવા માટે ઉત્તમ વાતાવરણ પૂરું પાડવાનો અમારો સતત પ્રયાસ રહ્યો છે. શિક્ષક શાળા અને વાલી બાળકોના શૈક્ષણિક સેતુના પાયાના એકમો છે. અમે માત્ર શૈક્ષણિક સફળતા જ નહીં પણ જીવનના મહત્વપૂર્ણ મૂલ્યો અને નૈતિકતાના વિકાસ પર પણ ભાર મૂકીએ છીએ.
'દરેક બાળકમાં એક અનોખી પ્રતિભા રહેલી છે શિક્ષક અને વાલીની ફરજ છે કે તે પ્રતિભાને ઉજાગર કરે'. તો આપણે સૌ આ શિક્ષણરૂપી ભગીરથ કાર્યમાં જોડાઈને સૃષ્ટિરૂપી બગીચાના સૌથી સુંદર પુષ્પને ખીલવી તેની સુગંધને મહેંકાવવાનો પ્રયાસ કરીએ.🙏

Mrs. Bhavna Lad
Principal
Pre Primary
Sanskartirth Gyanpeeth