Academic Life

અમે બાળકોના સર્વાંગી વિકાસ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ. અમે તેમને શીખવાની, શોધવાની, બદલવાની અને પ્રભાવિત કરવાની પૂરતી તકો પૂરી પાડી છે. શાળામાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન, કોમ્પ્યુટર લેબની સુસજ્જ પ્રયોગશાળાઓ ગોઠવવામાં આવી છે. તેઓ લાયકાત ધરાવતા સ્ટાફ અને લેબોરેટરી સહાયકના હવાલા હેઠળ છે. આ સુવિધા વિદ્યાર્થીઓને શિક્ષકોની દેખરેખ હેઠળ વ્યક્તિગત રીતે પ્રયોગો કરવા સક્ષમ બનાવે છે. ભવિષ્યની જરૂરિયાતો અને વ્યવહારુ જ્ઞાનની સ્પષ્ટ આવશ્યકતાને ધ્યાનમાં રાખીને, STGP એ તેની સુસજ્જ અને શ્રેષ્ઠ સાધન સામગ્રી ધરાવતી રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને કમ્પ્યુટર લેબની રચના કરી છે. તે ઉપરાંત અદ્યતન ટેકનોલોજીથી સમૃદ્ધ ડીજીટલ ક્લાસરૂમ દ્વારા વિદ્યાર્થીઓ પેનલબોર્ડના માધ્યમથી દ્રશ્ય-શ્રાવ્ય પધ્ધતિથી શ્રેષ્ઠ શિક્ષણ પ્રાપ્ત કરે છે.

Activities And Competition

શાળામાં (Activity Based Learning) પ્રવૃતિશીલ શિક્ષણ અને સહભ્યાસિક પ્રવૃતિઓ કરાવવામાં આવે છે તથા વિવિધ સ્પર્ધાઓ અને ઉજવણી કરાવવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓ સક્રિય બને અને તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરી શકાય.

Sports & Games Life

શાળામાં સ્પોર્ટ્સ એ વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ માટેનું અભિન્ન અંગ છે વિશિષ્ટ કોચ શાળાનાં ઉભરતા ખેલાડીઓને સતત તાલીમ આપે છે.તે ઉપરાંત શાળા દ્વારા વિદ્યાર્થીઓ ક્લસ્ટર, ઝોનલ ,રાષ્ટ્રીય સ્તરે , આંતરરાષ્ટ્રીય સ્તરે અને ખેલ મહાકુંભ સ્તરે આયોજિત વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં પણ ભાગ લે છે અને વિદ્યાર્થીઓ શાળા, રાજ્ય તથા દેશને ગૌરવ અપાવે છે.

Parents Involvement

શાળા, શિક્ષકો અને માતા-પિતા માટે હંમેશા બાળક કેન્દ્ર સ્થાને હોય છે. અને એકસાથે એકજુથ થઈને જ આપણે બાળકોનો સર્વાંગી વિકાસ કરી શકીશું. શાળા વિદ્યાર્થીને શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડે છે પરંતુ જયારે બાળક ઘરે હોય ત્યારે ઘરનું વાતાવરણ અને કુટુંબ બાળકની શૈક્ષણિક સફળતા માટે પાયો પૂરો પાડે છે. તેથી જ અમે માનીએ છીએ કે વિદ્યાર્થીના વિકાસમાં શાળા, શિક્ષક અને વાલીઓની સહિયારી ભાગીદારી ખૂબ જ આવશ્યક છે.