ADMISSION AND WITHDRAWALS

  • જો વિદ્યાર્થી બીજા રાજ્યમાંથી આવ્યો હોય તો તે પ્રાંતના એજ્યુકેશન ઈન્સ્પેક્ટર દ્વારા કાઉન્ટરસાઈન કરવામાં આવે, તેમજ શાળામાંથી શાળા છોડવાનું પ્રમાણપત્ર આપવામાં ન આવે ત્યાં સુધી પ્રવેશ આપવામાં આવશે નહીં.
  • ધોરણ – 2 થી 12 સુધીનાં તમામ વિદ્યાર્થીઓના ન્યુ એડમીશન માટે ફરજીયાત અગાઉની શાળાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર આપવામાં ન આવે ત્યાં સુધી પ્રવેશ આપવામાં આવશે નહી.
  • નર્સરી, જુનિયર કે.જી તેમજ સીનીયર કે.જી માં પ્રવેશ માટે રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ પ્રવેશ આપવામાં આવશે.
  • જે વાલીઓ શૈક્ષણિક સત્રના અંતે તેમના બાળકનું નામ કમી કરાવવા માંગતા હોય તેઓએ કેલેન્ડરની 31મી મે સુધીમાં અથવા તે પહેલાં અગાઉથી લેખિત સૂચના આપવાની રહેશે.

શાળાના સામાન્ય નિયમો

  1. શાળામાં વિદ્યાર્થી સંબંધીત કોઈપણ કામ અર્થે આવવાનું થાય તો પ્રવેશ કાર્ડ (વાલી ઓળખ કાર્ડ) ફરજીયાત સાથે લાવવાનું રહેશે. અન્યથા શાળામાં પ્રવેશ મળશે નહીં. વિદ્યાર્થી કાર્ડ તેમજ વાલીકાર્ડ નવું કઢાવવાના સંજોગોમાં અલગથી ચાર્જ ચુકવવાનો રહેશે.
  2. શાળામાં નક્કી થયા મુજબના એસાઈમેન્ટ, પ્રેક્ટીકલ કાર્ય, પ્રોજેક્ટ કાર્ય તથા અન્ય શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ કરવાનું રહેશે.
  3. શાળાની વખતો વખત નક્કી કર્યા પ્રમાણે શિક્ષણ ફી, સત્ર ફી તથા અન્ય નક્કી કર્યા મુજબની ફી સમયસર ભરવાની રહેશે. ભરેલી ફી કોઈપણ સંજોગોમાં પરત મળવા પાત્ર નથી.
  4. વર્ષ દરમ્યાન ગમે ત્યારે શાળા છોડી જનાર વિદ્યાર્થીએ અથવા વાલીએ જે તે માસની છેલ્લી તારીખ સુધીમાં આચાર્યશ્રીને જાણ કરી અને લેખિત અરજી આપવાની રહેશે. અન્યથા પછીના માસની ફી ભર્યા પછી જ “શાળા છોડયાનું પ્રમાણપત્ર'' મળશે.
  5. શાળાએ નક્કી કરેલો ગણવેશ ફરજીયાત પહેરવાનો રહેશે. શાળામાં ગંદા કે અસ્તવ્યવસ્થિત ગણવેશ કે સ્લીપર, ચંપલ પહેરી આવનાર વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવશે નહીં. જુદી પેટર્નવાળો કે જુદા રંગવાળો ગણવેશ અમાન્ય રહેશે. ગણવેશ બે જોડી રાખવા ફરજિયાત છે.
  6. શાળામાં શિસ્ત પાલન, સ્વચ્છતા જાળવવી, નિયમિત ગૃહકાર્ય કરવું, નિયમિત સમયસર હાજર રહેવું વગેરે બાબતોનું ફરજીયાત પાલન કરવાનું રહેશે.
  7. કોઈપણ વિદ્યાર્થીને બાઈક, ઘડિયાળ, મોબાઈલ કે કિંમતી દાગીના સાથે શાળામાં મોકલવા નહીં, તેમ છતાં જો કોઈ નિયમનો ભંગ કરશે તો તેની જવાબદારી વાલીશ્રીની રહેશે.
  8. શાળાની મિલકતને નુકશાન કરતાર વિદ્યાર્થીના વાલીએ નુકશાનની કિંમત ચુકવવી પડશે.
  9. વિદ્યાર્થીના અભ્યાસ, ફી કે અન્ય કોઈ બાબતે મૂંઝવણ હોય તો વાલીએ શિક્ષકને સીધા મળવું નહીં. ફક્ત ઓફિસમાં આચાર્યશ્રીને શાંતિથી વિનયપૂર્વક જાણ કરશે.
  10. શાળામાં લેવાનારી કસોટીઓમાં, પરીક્ષાઓમાં નબળો દેખાવ કરનાર વિદ્યાર્થીઓના વાલીઓને શાળામાં રૂબરૂ મળવા બોલાવવામાં આવે ત્યારે નિયત સમયે અને તારીખે વાલીએ અચૂક રૂબરૂ મળવા આવવું.
  11. વિદ્યાર્થીની પ્રગતિનો અહેવાલ તેની લેશન ડાયરીમાં લખેલો હોય છે, જે નિયમિતપણે જોઈ વાલીશ્રીએ સહી કરવાની રહેશે.
  12. શાળાના તમામ સ્ટાફ સાથે સભ્યતાથી વર્તન કરવાનું રહેશે. જો કોઈ વાલી ગેરવર્તણુંક કરશે તો તેના સંતાનને શાળા છોડયાનું પ્રમાણપત્ર આપી દેવામાં આવશે.
  13. અનિવાર્ય સંજોગો સિવાય ત્રણ દિવસથી વધુ રજા મળશે નહીં. પ્રસંગોપાત જમવા જવા, ફરવા જવા જેવા કારણો માટે ચાલુ શાળાએ રજા મળશે નહીં. (ગણ દિવસથી વધુ રજા ભોગવનારે ડૉક્ટરી સર્ટીફિકેટ રજુ કરવાનું રહેશે.)
  14. શાળામાં મુકવા-લેવા આવવાની જવાબદારી વાલીની પોતાની રહેશે. શાળામાં આવતા પહેલાં કે શાળામાંથી છુટયા બાદ બાળકની જવાબદારી શાળાની રહેશે નહી.
  15. આપના બદલાયેલ સરનામા કે ટેલીફોન નંબરની જાણ તાત્કાલીક વિના વિલંબે વાલીએ પોતે શાળાના કાર્યાલયમાં લેખિતમાં કરવાની રહેશે.
  16. નિયત હાજરી પુરી નહીં થાય તો વાર્ષિક પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.
  17. શાળાની સહ અભ્યાસ પ્રવૃત્તિઓ જેવી કે રમત-ગમત, લેખન, અભિનય સ્પર્ધાઓ, પર્વોની ઉજવણી, સાંસ્કૃતિક કાર્યક્રમો અને શૈક્ષણિક પ્રવાસ વગેરે પ્રવૃત્તિમાં બાળકને ભાગ લેવડાવી શાળાને સક્રિય સહકાર આપવો. જેથી શાળા બાળકનો શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ સરળતાથી કરી શકે.
  18. બાળકને ઓરી, અછબડા, ગાલ પચોળીયા, કમળો જેવા રોગ થયા હોય તે તેને શાળાએ મોકવવા નહીં, તેમજ માંદા બાળકોની દાક્તરી સર્ટીફિકેટ સાથે લેખિત અરજીમાં વાલીએ શાળાને જાણ કરવી.
  19. ભવિષ્યમાં શાળામાં સંજોગોને આધિન જે નવા નીતિ નિયમો આવશે તેનું ચુસ્ત અને ચોક્કસપણે પાલન કરવાનું રહેશે.
  20. ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા નાં મોડલ ટેસ્ટ દરેક વિદ્યાર્થીએ ફરજીયાત આપવાની રહેશે.

*  ઉપરોક્ત નિયમો અમે વાંચ્યા છે. તેનું પાલન કરવાની બાહેંધરી આપીએ છીએ.

Inquiry Form


Inquiry
Gender
Transport Required
Any Physical Disability?