Activities and Others

Activity Based Learning નાં ભાગરૂપે NEP મુજબ પ્રવૃતિલક્ષી શિક્ષણ આપવામાં આવે છે સાથે સાથે શાળા ડીજીટલ ટેકનોલોજી વર્ગખંડમાં અપનાવે છે જેથી શાળાના વિદ્યાર્થીઓ બદલાતી દુનિયા સાથે ગતિ જાળવી શકે. દરેક વર્ગખંડમાં પેનલ બોર્ડના માધ્યમથી ઓડિયો વીડિયો તથા નવી ટેકનોલોજીનાં ઉપકરણો દ્વારા અભ્યાસ કરાવવામાં આવે છે અને વિદ્યાર્થીઓને વર્ગખંડની તમામ પ્રવૃત્તિઓમાં સામેલ કરવામાં આવે છે સાથે સાથે આર્ટ એન્ડ ક્રાફ્ટ, ડાન્સ, યોગા, સ્કેટીંગ જેવી એક્ટીવીટી અને મેજિક મેથ્સ (ALOHA)ગણિતને આધારિત કોર્ષ તથા (CRID)કોડીંગ, રોબોટીક્સ, ઈન્ટરનેટ અને ડ્રોન જેવા કોમ્પ્યુટરનાં કોર્સ પણ કરાવવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓ હાલની ટેકનોલોજી પણ શીખી શકે.
Safety and Security Facility

- Campus under full CCTV Surveillance
- 24 Hrs Security Guards System
- Earthquake Proof Infrastructure
- Fire Safe Norms Compliant Campus
Sports

શાળામાં સ્પોર્ટ્સ એ વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ માટેનું અભિન્ન અંગ છે વિશિષ્ટ કોચ શાળાનાં ઉભરતા ખેલાડીઓને સતત તાલીમ આપે છે.તે ઉપરાંત શાળા દ્વારા વિદ્યાર્થીઓ ક્લસ્ટર, ઝોનલ ,રાષ્ટ્રીય સ્તરે , આંતરરાષ્ટ્રીય સ્તરે અને ખેલ મહાકુંભ સ્તરે આયોજિત વિવિધ રમતગમત સ્પર્ધાઓમાં પણ ભાગ લે છે અને વિદ્યાર્થીઓ શાળા, રાજ્ય તથા દેશને ગૌરવ અપાવે છે.
Competition And Celebration Facilities

શાળામાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સ્પર્ધાઓ અને ઉજવણીઓનું વિશેષ મહત્વ છે. શાળામાં અભ્યાસને આધારિત સ્પર્ધાઓ, કલા અને સંસ્કૃતિ આધારિત સ્પર્ધાઓ, સ્પોર્ટ્સ આધારિત સ્પર્ધાઓ, વિશેષ દિન ,રાષ્ટ્રીય તહેવારો તથા ધાર્મિક તહેવારોની ઉજવણી વગેરે જેવી સ્પર્ધા અને ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવામાં આવે છે.
CCTV Campus


CCTV કેમ્પસ શાળાની સંવેદનશીલ સુરક્ષા અને સલામતી માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તે શાળા પરિસરમાં શિસ્ત, સુરક્ષા અને વ્યવસ્થા જાળવવામાં મદદ કરે છે જેથી વિદ્યાર્થીઓને એક સલામત અને સુખદ શૈક્ષણિક પર્યાવરણ મળી રહે.
High Tech Laboratories Facilities

શાળાની અદ્યતન લેબોરેટરી એક એવી જગ્યા છે, જે શિક્ષણના પ્રાયોગિક પાસાને બળ આપે છે અને વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને જ્ઞાનના વ્યવહારિક ઉપયોગની સમજ આપે છે. શાળામાં વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર લેબ, ભૌતિકશાસ્ત્ર લેબ, જૈવિકશાસ્ત્ર લેબ, રસાયણશાસ્ત્ર લેબ દ્વારા વિજ્ઞાન અને અન્ય વિષયોનો પ્રાયોગિક અભ્યાસ કરાવવામાં આવે છે. જે વિદ્યાર્થીઓને જુથમાં કામ કરવાની તક આપે છે

Digital Class Room Facilities


ડીજીટલ પેનલ બોર્ડ એ વર્ગખંડોમાં ટેકનોલોજી આધારિત શિક્ષણ માટે એક અસરકારક સાધન છે. જે શિક્ષણની ગુણવત્તા વધારે છે તેમજ શિક્ષકોને વધુ સક્રિય અને વ્યક્તિગત રીતે શિક્ષણ આપવા માટે સક્ષમ બનાવે છે અને દૃશ્ય શ્રાવ્ય માધ્યમથી વિદ્યાર્થીઓના જટિલ પ્રશ્નોને પણ સરળતાથી સમજાવી શકે છે. તે ઉપરાંત ડીજીટલ પેનલ બોર્ડ વિદ્યાર્થીઓનાં શિક્ષણને વધુ રસપ્રદ અને સક્રિય રીતે શીખવા માટે ઉત્તમ પ્લેટફોર્મ પ્રદાન કરે છે.
Fire Safety Facilities

શાળામાં ફાયર સેફટીની સુવિધાઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સુવિધાઓ શાળાના વિદ્યાર્થીઓ અને સ્ટાફના રક્ષણ માટે અત્યંત જરૂરી છે. શાળાના જરૂરી દરેક ભાગમાં ફાયર સેફ્ટીના સાધનો મુકવામાં આવેલા છે. દરેક ફ્લોર પર એન્ટ્રી અને એક્ઝીટ એમ બંને માર્ગો છે જેથી એવી આકસ્મિક પરિસ્થિતિમાં સરળતાથી બહાર લાવી શકાય.ફાયર સેફ્ટીના સાધનો કેવી રીતે વાપરવા તે વિષે તાલીમ પણ આપવામાં આવે છે.
