કોઈપણ શાળાનું પીઠબળ તે શાળાના શિક્ષકો હોય છે. સંસ્કારતીર્થ જ્ઞાનપીઠ શાળાનાં શિક્ષકોનો મુખ્ય હેતુ વિદ્યાર્થીને અભ્યાસક્રમ અને જીવન માટે જરૂરી જ્ઞાન અને કૌશલ્ય પ્રદાન કરવાનું છે.તે ઉપરાંત વિદ્યાર્થીઓને આદર્શ નાગરિક બનાવવાની સાથે સાથે તેમને પ્રમાણિકતા, શિસ્ત, સહાનુભુતિ અને સામાજિક જવાબદારી જેવા ગુણોનું માર્ગદર્શન આપે છે. શિક્ષણ એ સતત શીખતા રહેવાની પ્રક્રિયા છે. શિક્ષકમાં રહેલી જીજ્ઞાસાવૃત્તિ જ વિદ્યાર્થીઓમાં જીજ્ઞાસાવૃત્તિને પોષણ આપી શકે છે.